Home / Business : India Pakistan war impact on Indian stock market what should investors do

Operation Sindoor બાદ યુદ્ધના માહોલમાં શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ શું કરવું જોઈએ?

Operation Sindoor બાદ યુદ્ધના માહોલમાં શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ શું કરવું જોઈએ?

કારગિલ યુદ્ધના એક મહિના પછી નિફ્ટી 50 એ 16.5 ટકા વળતર આપ્યું. મુંબઈ હુમલા પછી ઈન્ડેક્સ લગભગ 4 ટકા અને 2019ના પુલવામા અને બાલાકોટ હવાઈ હુમલા પછી 6.3 ટકા રીટર્ન આપ્યું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓપરેશન સિંદૂર (Operation Sindoor) વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે શુક્રવારે (9 મે) ભારતીય શેરબજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા. જ્યારે પણ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ બની છે, ત્યારે તેની અસર બજાર પર જોવા મળી છે અને આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટી મૂવમેન્ટ જોવા મળી છે.જોકે, ઈતિહાસ સાક્ષી છે કે ઘટાડા પછી, બજારમાં પણ ઝડપી રિકવરી જોવા મળી છે. જો આપણે ડેટા પર નજર કરીએ તો, 1999ના કારગિલ યુદ્ધ પછી નિફ્ટી 50 એ એક મહિનામાં 16.5 ટકા વળતર આપ્યું હતું. તે જ સમયે, મુંબઈ 26/11 ના હુમલા પછી ઈન્ડેક્સે લગભગ 4 ટકા અને 2019ના પુલવામા અને બાલાકોટ હવાઈ હુમલા પછી 6.3 ટકા વળતર આપ્યું હતું.

ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની અસર બજાર પર પણ દેખાઈ રહી છે. જોકે, બજાર નિષ્ણાતો માને છે કે આ ટૂંકા ગાળા માટે છે અને રોકાણકારોએ ગભરાવું જોઈએ નહીં. વિશ્લેષકો કહે છે કે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ પહેલા ગભરાવું જોઈએ નહીં અને તેમના રોકાણો જાળવી રાખવા જોઈએ. તેમણે ગભરાટમાં ફંડસ ન વેચવાની પણ સલાહ આપી છે.

બજારની અસ્થિરતા વચ્ચે SIP રોકાણકારોએ શું કરવું જોઈએ?

બજારમાં આ અસ્થિરતા વચ્ચે, એસઆઈપી (SIP) રોકાણકારો શું કરવું તે અંગે મૂંઝવણમાં હોઈ શકે છે. કોટક મ્યુચ્યુઅલ ફંડે તેના રિપોર્ટમાં કહ્યું છે કે ગભરાટમાં એસઆઈપી બંધ કરવી ઘણીવાર નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કંપનીએ તેના રિપોર્ટ ઓપરેશન સિંદૂરમાં કહ્યું: શું ગભરાવાનો કે રાહ જોવાનો સમય છે? એ શિર્ષક હેઠળના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગભરાટમાં એસઆઇપી  બંધ કરવી ઘણીવાર નુકસાનકારક સાબિત થઈ શકે છે. કંપનીએ પોતાના રિપોર્ટ 'ઓપરેશન સિંદુરઃ શું ગભરાવાનો કે  થોભવાનો સમય' માં જણાવ્યું છે કે, શક્ય હોય તો રોકાણોમાં તબક્કાવાર રીતે થોડો થોડો ઉમેરો કરો અને હાલની એસઆઈપી બંધ ન કરો. રોકાણમાં તબક્કાવાર ઉમેરો કરો અને ગભરાઈને રોકાણો વેચશો નહીં. 

બજારની દિશાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જોકે, ભૂતકાળના મોટા સંઘર્ષોને કારણે બજારોમાં સુધારો થાય તે પહેલા કામચલાઉ ઘટાડો થયો છે. રોકાણ જાળવી રાખવું અને ઉતાવળા નિર્ણયો ટાળવા એ લાંબા ગાળે લાભ મેળવવા માટે યોગ્ય પગલું હોઈ શકે છે.

રોકાણનો પ્રકાર શું કરવું? શું ન કરવું?
એસઆઈપી શક્ય હોય તો રોકાણ ઉમેરો હાલની એસઆઈપી બંધ ન કરો
લમસમ રોકાણમાં તબક્કાવાર ઉમેરો કરો ગભરાઈને રોકાણ ન વેચો

ભારત-પાકિસ્તાન યુદ્ધની બજાર પર શું અસર પડશે?

કોટક મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું હતું કે સરકારના પગલાં દર્શાવે છે કે યુદ્ધની શક્યતા ઓછી છે. જોકે, યુદ્ધના કિસ્સામાં આપણે એ નોંધવું જોઈએ કે 1950થી ભારતે 4 મોટા યુદ્ધો જોયા છે.

છેલ્લા મોટા સંઘર્ષ (કારગિલ-1999) માં શરૂઆતના ગભરાટ પછી પણ ઈક્વિટી બજારો મજબૂત રહ્યા. 2016થી આપણે બે સર્જિકલ સ્ટ્રાઈક (ઉરી અને બાલાકોટ) જોઈ છે અને બજારો પર તેની અસર મર્યાદિત રહી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,  ભૂરાજકીય ઘટનાઓ દરમિયાન ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા જોવા મળે છે. પરંતુ ઈતિહાસ બતાવે છે કે તેઓ ભાગ્યે જ ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની ગાથાને પાટા પરથી ઉતારે છે. લાંબા ગાળે, મેક્રો-ઈકોનોમિક પરિબળો અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો શેરબજારની કામગીરી નક્કી કરે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીના મોટા ઘટનાક્રમ

1990ના દાયકાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા મોટા વિકાસ થયા છે. કારગિલ અને સંસદ હુમલાથી લઈને ઉરી અને પુલવામા જેવી ઘટનાઓ સુધી, રોકાણકારોની કસોટી થઈ છે.

જોકે, સતત તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂતી દર્શાવી છે. આવી સ્થિતિમાં, જો બજારમાં કોઈ ઘટાડો થશે તો પણ તે સીમાંત, ટૂંકા ગાળાનો અને મોટે ભાગે સેન્ટિમેન્ટ્સ  દ્વારા પ્રેરિત હશે.

વિશ્લેષકોના મતે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના મોટા તણાવ પછી આજે ભારતીય બજારોની પ્રતિક્રિયા બજારોના ઐતિહાસિક વલણ સાથે સુસંગત રહી છે. 1990ના દાયકાથી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષો, કારગિલ અને સંસદ હુમલાથી લઈને ઉરી અને પુલવામા સુધી, રોકાણકારોની હિંમતની કસોટી કરી છે. પરંતુ સેન્સેક્સ અને નિફ્ટીએ સતત મજબૂતાઈ દર્શાવી છે. બજારમાં કોઈ સુધારો થયો હોય તો પણ, તે નજીવો, ટૂંકા ગાળાનો અને મોટે ભાગે લાગણીઓ દ્વારા પ્રેરિત રહ્યો છે.

ભારત-પાકિસ્તાનની મુખ્ય ઘટનાઓની આસપાસ નિફ્ટી 50નું પ્રદર્શન

ઘટના તારીખ એક મહિના પહેલા  એક મહિના પછી ત્રણ મહિના પછી છ મહિના પછી બાર મહિના પછી
કારગિલ યુદ્ધ 199 03/05/1999  -8.3% 16.50% 34.50% 31.60% 29.40%
સંસદ હુમલો 2001 13/12/2001 10.10% -0.8% 5.30% -0.8% -1.3%
મુંબઈ 26/11 હુમલા 26/11/2008 9.00% 3.80% -0.7% 54.00% 81.90%
ઉરી હુમલો અને સર્જિકલ સ્ટ્રાઈક 2016 18/09/2016 1.30% -1.2% -7.3% 4.30% 15.60%
પુલવામા હુમલો અને બાલાકોટ 2019 14/02/2019 -1.3% 6.30% 3.80% 1.70% 12.70%

યુદ્ધ દરમિયાન સેન્સેક્સે કેવું પ્રદર્શન કર્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની 11 તણાવપૂર્ણ ઘટનાઓનું આનંદ રાઠી રિસર્ચ દ્વારા કરવામાં આવેલ વ્યાપક વિશ્લેષણ દર્શાવે છે કે આવી આઠ ઘટનાઓ પછી બીએસઈ સેન્સેક્સમાં ઘટાડો થયો હતો. જોકે, ઘટનાઓ પછી તરત જ અચાનક ઘટાડો થયો, જે 2 ટકાથી 9.5 ટકા સુધીનો હતો.

Related News

Icon