
JEE Main 2025ના બીજા સેશનની પરીક્ષા બે દિવસ પછી લેવામાં આવશે, તેથી ઉમેદવારોએ છેલ્લી ઘડીએ રિવિઝન કરી લેવું જોઈએ. NTA એ પરીક્ષા માટે એડમિટ કાર્ડ પહેલાથી જ બહાર પાડી દીધું છે, જો કોઈ ભૂલ કે અન્ય કોઈ કારણોસર તમે હજુ સુધી તેને ડાઉનલોડ નથી કરી શક્યા, તો જલ્દીથી ડાઉનલોડ કરી લો. તમને જણાવી દઈએ કે JEE મેઈન 2025 એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર પ્રવેશ પરીક્ષાઓ 9 એપ્રિલ સુધી ચાલવાની છે.
હવે પરીક્ષા માટે ફક્ત 2 દિવસ બાકી છે, તેથી ઉમેદવારોએ છેલ્લી ઘડીએ રિવિઝન ચાલુ રાખવું જોઈએ અને પાછલા વર્ષોના પરીક્ષાના પેપર પણ સોલ્વ કરવા જોઈએ, આનાથી તમને તમારી તૈયારીનો ખ્યાલ આવશે. જો તમે પેપર સોલ્વ કર્યા પછી નિરાશ થાઓ છો, તો ચિંતા ન કરો. આ પેપર સોલ્વ કરવા માટે કોઈ મિત્ર અથવા શિક્ષકની મદદ લો.
1 પ્રશ્ન માટે કેટલા માર્ક્સ કાપવામાં આવશે?
તમને જણાવી દઈએ કે JEE પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છે. JEE મેઈનની માર્કિંગ સ્કીમમાં, દરેક ખોટા જવાબ માટે 1 માર્ક કાપવામાં આવશે. આવી સ્થિતિમાં, ઉમેદવરોને જે પ્રશ્ન અંગે મૂંઝવણ હોય તે છોડી દેવા જોઈએ. આ પરીક્ષામાં સાચા જવાબ માટે 4 માર્ક્સ આપવામાં આવશે.
નેગેટિવ માર્કિંગથી કેવી રીતે બચવું?
પરીક્ષા દરમિયાન, ઉમેદવરોએ પહેલા તેમના પેપરમાં આપેલા દરેક પ્રશ્ન પર નજર નાખવી જોઈએ અને પછી દરેક પ્રશ્નો માટે સમય ફાળવવો જોઈએ.
જો કોઈ પ્રશ્ન અંગે મનમાં કોઈ શંકા હોય તો તે પ્રશ્નનો સોલ્વ કરવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ કારણ કે શરૂઆતનો સમય કિંમતી હોય છે.
નેગેટિવ માર્કિંગની સાથે, સમયનું પણ ધ્યાન રાખો, એક જ પ્રશ્ન પર વધુ સમય પસાર કરવાની ભૂલ ન કરો, જો તમે તેને સમજી નથી શકતા, તો તેને છેલ્લે સોલ્વ કરવા માટે છોડી દો અને અન્ય પ્રશ્નો પર ધ્યાન આપો.
જ્યારે તમે તમને આવડતા બધા પ્રશ્નો સોલ્વ કરી લો અને તમારી પાસે થોડો સમય બાકી હોય, ત્યારે તે પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરો જે તમને લાગે છે કે તમે તેમને થોડો સમય આપો તો સોલ્વ થઈ જશે.
યાદ રાખો કે નેગેટિવ માર્કિંગ ટાળવું જોઈએ પરંતુ મોટાભાગના પ્રશ્નો છોડી દેવા પણ યોગ્ય નથી. આનાથી તમને સારો રેન્ક મળશે નહીં, તેથી શક્ય તેટલા પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયાસ કરો.