Kutch News: કચ્છમાંથી વિદેશમાં નોકરીની જાહેરાતો કરી લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સ ઝડપાયા છે. માધાપર પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બે સાગરીતોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરી છે. પોલીસે આનંદ કોટક, ડાયા રાજપૂત અને અકબરઅલી બાફણની ધરપકડ કરી છે. માધાપર પોલીસે મુખ્ય સૂત્રધાર આનંદ કોટકને અમદાવાદની ભાગ્યોદય હોટલમાં પકડી પાડવામાં આવ્યો છે. ટોળકીએ 15 લાખ 30 હજારની ઠગાઈ કરી હજુય તપાસ દરમ્યાન આંકડો વધુ તેવી શક્યતાઓ છે.

