
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. મળતી માહિતી મુજબ, તેમની બ્લડ સુગરશુગર વધી જવાને કારણે તેમની હાલત નાજુક બની ગઈ છે. પટનાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જે બાદ લાલુ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે.
લાલુ યાદવને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે
લાલુ પ્રસાદ યાદવ છેલ્લા બે દિવસથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા.અચાનકથી વધી રહેલા બ્લડશુગર લેવલના લીધે જૂના ઘામાં પીડા વધી હતી. તેમની તબિયત વધુ બગડતી જતી હતી. એવામાં આજે સવારે તબિયત લથડતા તેમને રાબડી નિવાસ પર તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને સમર્થકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેમના સ્વાસ્થ્યને લઈને રાજકારણ અને સમાજમાં ચિંતાનું વાતાવરણ છે.