Home / : The wife bowed down and won a jackpot of 13 crores

Business Plus : પત્નીએ નમતું જોખ્યું ને 13 કરોડનો જેકપોટ લાગી ગયો

Business Plus : પત્નીએ નમતું જોખ્યું ને 13 કરોડનો જેકપોટ લાગી ગયો

અમેરિકાના ન્યુ જર્સીમાં ડિનર માટે ગયેલા દંપતિ વચ્ચે ડિનર પછી આઈસક્રીમ ખાવો જોઈએ કે લોટરીની ટિકિટ ખરીદવી એ બાબતે ખેંચતાણ થઈ. પત્નીને આઈસક્રીમ ખાવો હતો જ્યારે પતિ લોટરીની ટિકિટો ખરીદવા માંગતો હતો. સામાન્ય રીતે પતિ અને પત્નીના ઝગડામાં પત્નીનું પલ્લુ જ ભારે રહેતું હોય છે પણ આ કિસ્સામાં પત્નીએ નમતું જોખ્યું અને એવો ફાયદો થયો કે જેની તેમણે કલ્પના જ નહોતી કરી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દંપતિએ સ્ટોરમાંથી લકી ૭ ડેલીની ૧૦ ડોલરની એક અને ૩-૩ ડોલરની બે એમ ત્રણ ટિકિટ ખરીદેલી. તેમાંથી એક ટિકિટને ૧૫ લાખ ડોલર (લગભગ રૂપિયા ૧૨.૮૫ કરોડ)નું ઈનામ લાગતાં તેમની જીંદગી જ બદલાઈ ગઈ. દંપતિ પાસે ઈનામની રકમ એક સાથે લેવી કે વાર્ષિક ૨૫ હપ્તામાં લેવી એમ બે વિકલ્પ હતા. એક સાથે રકમ લો તો ટેક્સ કપાઈને ૮.૭૫ લાખ મળે જ્યારે હપ્તામાં પૂરા ૧૫ લાખ મળે.  ઈનામની રકમ લેવાનો નિર્ણય પતિએ પત્ની પર છોડતાં તેણે ૨૫ હપ્તાનો વિકલ્પ પસંદ કર્યો છે.

બજારની વાત 

ગાઝામાં બિસ્કિટનું પેકેટ 2300માં, બટાકા 2000 રૂપિયે કિલો

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ખતમ થઈ ગયેલા ગાઝાનાં લોકોની હાલત કેવી ખરાબ છે તેનો ચિતાર આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મોહમ્મદ જાવેદ નામના યુવકે પોસ્ટ મૂકી છે કે, હમણાં તેણે પારલે-જીનું પેકેટ ૨૪ યુરો એટલે કે લગભગ ૨૩૦૦ રૂપિયામાં ખરીદ્યું. ભારતમાં માત્ર ૫૦ રૂપિયામાં મળતું બિસ્કિટનું પેકેટ પહેલાં દોઢ યુરો એટલે કે લગભગ ૧૫૦ રૂપિયામાં મળતું પણ યુદ્ધના કારણે વસ્તુની અછત હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે. જાવદ જેવા સામાન્ય માણસને આ ભાવે બિસ્કિટનું પેકેટ ખરીદવું ના પરવડે પણ તેની દીકરી રાવિફને બિસ્કિટ બહુ ભાવે છે તેથી જાવદે ખરીદી લીધું. 

ગાઝામાં બધી વસ્તુઓ ના ભાવ આસમાને છે. ખાંડ એક કિલોના ૫૦૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે જ્યારે બટાટાના ભાવ કિલોના ૨૦૦૦ રૂપિયા છે. આટલા રૂપિયા ખર્ચવા છતાં જોઈતી ચીજો મળતી નથી એ મોટી તકલીફ છે.

ચીનમાં 'મેન મમ્સ'નો ટ્રેન્ડ, 5 મિનિટ હગના 600 રૂપિયા

ચીનમાં અભિવ્યક્તિની આઝાદીનો અભાવ અને આર્થિક મુશ્કેલીઓના કારણે યુવાઓમાં તણાવ વધી રહ્યો છે ત્યારે યુવતીઓમાં તણાવને દૂર કરવા માટે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. યુવતીઓ 'મેન મમ્સ' એટલે કે પુરૂષ માતાઓની સેવા લઈ રહી છે. એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે પોતે સ્ટ્રેસમાં હતી ત્યારે યુનિવર્સિટીમાં એક પ્રોફેસરે તેને આલિંગન આપ્યું તેના કારણે પોતે હળવી થઈ ગઈ એવું લખ્યું તેના પગલે આ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. 

આ 'મેન મમ' તણાવગ્રસ્ત યુવતીને ૫ મિનિટ સુધી હગ કરીને એટલે કે આલિંગનમાં લઈને તેની પીઠ પર અને માથા પર હાથ પસવારીને તણાવમુક્ત કરે છે. ૫ મિનિટના હગ માટે યુવતીઓ ૫૦ યુઆન એટલે કે લગભગ ૬૦૦ રૂપિયા ચૂકવે છે. સોશિયલ મીડિયા પર 'મેન મમ્સ' તરીકે સેવા આપતા હજારો પુરૂષોના પ્રોફાઈલ ઉપલબ્ધ છે તેથી નોકરીના સ્થળે કે ઘરે સ્ટ્રેસ અનુભવાય કે તરત યુવતી નજીકમાં હોય એવા 'મેન મમ'ને બોલાવી લે છે.

એન્ટાર્કટિકાની ડ્રાય વેલીમાં બરફ નથી, વરસાદ નથી પડતો

એન્ટાર્કટિકાનું નામ પડે એટલે તરત બરફનો પ્રદેશ યાદ આવે પણ એન્ટાર્કટિકામાં મેક્મર્ડો ડ્રાય વેલી એવો વિસ્તાર છે કે જ્યાં બરફ જ જોવા મળતો નથી. એન્ટાર્કટિકાનો વિસ્તાર હોવાથી અહીં કાતિલ ઠંડી પડે છે અને સામાન્ય તાપમાન જ માઈનસ ૧૫ ડીગ્રીથી માઈનસ ૩૦ ડીગ્રી હોય છે. 

શિયાળામાં તો તાપમાન એકદમ નીચું જતું રહે છે છતાં બરફ જોવા મળતો નથી કેમ કે અહીં વરસાદ જ પડતો નથી. ક્યારેક બરફનો થોડો ઘણો વરસાદ પડે પણ ભયંકર ઠંડીના કારણે ગેસ બનીને હવામાં જ રહી જાય છે. ડ્રાય વેલી નામ એટલે જ પડયું છે કે આ વિસ્તારમાં પાણી જ નથી.

વિજ્ઞાાનીઓનું કહેવું છે કે, મેક્મર્ડો ડ્રાય વેલીમાં છેલ્લાં ૧૦ લાખ વર્ષથી વરસાદ પડયો નથી. લગભગ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોના કારણે મેક્મર્ડો ડ્રાય વેલીને મંગળ ગ્રહનીં પ્રતિકૃતિ માનવામાં આવે છે.

ચીનાઓએ એલિયનની વસતી ધરાવતો ગ્રહ શોધ્યો

પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં બીજા કોઈ ગ્રહ પર જીવન હશે કે નહીં એ સસ્પેન્સ છે ત્યારે ચીનના વિજ્ઞાાનીઓએ કેપ્લર ૭૨૫-સી નામનો ગ્રહ શોધી કાઢયો છે. આ ગ્રહ પર એલિયન્સ વસતા હોવાની શક્યતા ચીનાઓએ વ્યક્ત કરી છે. કેપ્લર ૭૨૫-સી પૃથ્વીથી ૧૦ ગણો ભારે ગ્રહ છે અને ત્યાંનું વાતાવરણ બહુ ગરમ કે બહુ ઠંડું નથી. ચીનના વિજ્ઞાાનીઓના મતે, આ ગ્રહ હાઈસિયન એટલે કે વિશાળ મહાસાગર અને હાઈડ્રોજનયુક્ત વાતાવરણ ધરાવતો હોઈ શકે છે. માનવજીવનના વસવાટ માટે પાણી અને હાઈડ્રોજન બંને અનિવાર્ય છે. પૃથ્વીથી ૨૪૦૦ પ્રકાશ વર્ષ દૂર આવેલા આ ગ્રહને ચીનાઓએ સુપર અર્થ નામ આપ્યું છે કેમ કે તેમને લાગે છે કે ભવિષ્યમાં આ ગ્રહ પર માનવજીવન પણ શક્ય બની શકે છે. આ ગ્રહનો સૂર્ય આપણા કરતાં પછી અસ્તિત્વમાં આવેલો છે. આ ગ્રહ પોતાના ચંદ્રની ફરતે ૨૦૭ દિવસમાં પ્રદક્ષિણા પૂરી કરે છે તેથી પૃથ્વીનાં લોકોની બાયોલોજિકલ સાયકલને પણ માફક આવે એવો છે. 

વિજ્ઞાાનીઓએ નરી આંખે ના દેખાય એવું વાયોલિન બનાવ્યુ

યુકેની લોગબરો યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ નરી આંખે જોઈ ના શકાય એવું વાયોલિન બનાવ્યું છે. નેનોટેકનોલોજીની મદદથી પ્લેટિનમ ધાતુમાંથી બનાવેલું વાયોલિન ૩૫ માઈક્રોનની ઉંચાઈ અને ૧૩ માઈક્રોનની પહોળાઈ ધરાવે છે. આ વાયોલિનને જોવા માટે માઈક્રોસ્કોપની જરૂર પડે છે. વિશ્વનું સૌથી નાનું આ વાયોલિન વાળથી પણ પાતળું છે કેમ કે માણસના વાળનો વ્યાસ ૧૮૦ માઈક્રોન જેટલો હોય છે. 

રસપ્રદ વાત એ છે કે, આ વાયોલિનને વગાડી પણ શકાય છે. અલબત્ત તેને હાથમાં ના લઈ શકાય પણ કોમ્પ્યુટરની મદદથી વગાડી શકાય છે. જો કે વિજ્ઞાાનીઓએ આ વાયોલિન વગાડવા નથી બનાવ્યું પણ નેનોટેકનોલોજીની મદદથી ભવિષ્યમાં કેવા ચમત્કાર સર્જી શકાય છે એ દર્શાવવા બનાવ્યું છે. સ્પેસ, ઓઠો, કોમ્પ્યુટર વગેરે ક્ષેત્રોમાં ઓછી જગા રોકે એવા પાર્ટ્સ મહત્વના હોય છે. આ ટચૂકડા વાયોલિનનું સર્જન એ દિશામાં પહેલું મોટું કદમ છે.

Related News

Icon