- ર્ટોપ્સીટર્વી
- સુપત્રાને એની બીમારી આર્થિક રીતે લાભદાયી નીવડવા માંડી એટલે એના પતિએ છૂટાછેડા લેવાનો વિચાર પડતો મૂક્યો
દૂરથી એક પ્રાણી જેવું આવતું દેખાયું.સડક પર હો હા થઇ ગઇ. સામાન્ય રીતે મદારીઓ જોડે બે પગે ચાલતું રીંછ જોવા મળે ખરું. પરંતુ એ તો ભારતના કોઇ શહેરમાં. યૂરોપ અમેરિકામાં મદારીઓ ક્યાં હોય છે ? અને લંડનની સડક પર તો આવું દ્રશ્ય તમે કલ્પી પણ ન શકો.થોડી હો હા થઇ.કોઇએ પોલીસને ફોન કર્યો. સાઇરન ચીખતી પોલીસવાન ધસી આવી. ત્યાં સુધીમાં તો પરિસ્થિતિ સ્પષ્ટ થઇ ચૂકી હતી. એ કોઇ રીંછ નહોતું પણ એક યુવતી હતી. કુદરતે એની સાથે ક્રૂર મજાક કરી હતી.

