22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ દેશભરના લોકોમાં ગુસ્સો અને શોકનું વાતાવરણ છે. એવામાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અનુપમ ખેર અને જાવેદ અખ્તર જેવા ઘણા સેલિબ્રિટીઓએ આ નિંદનીય ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે. આ દરમિયાન, શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha) ની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

