ગઈકાલે IPL 2025ની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. રજત પાટીદારની કેપ્ટનસી હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 50 રનના મોટા માર્જિનથી જીતી હતી. IPLના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. આ પહેલા બેંગલુરુએ ચેન્નાઈને 17 વર્ષ પહેલા એટલે કે 2008માં ચેપોક ખત હરાવ્યું હતું. હવે ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ પોઈન્ટ્સ ટેબલમાં પણ ફેરફાર થયો છે. આ હાર બાદ, ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સાતમા ક્રમે સરકી ગઈ છે.

