
Surya Grahan 2025: આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ પર શનિ અમાસનો પણ સંયોગ રહેશે. આજે શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે અને આગામી અઢી વર્ષ સુધી આ જ રાશિમાં વિરાજમાન રહેશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે. તેથી લોકોને સૂતક કે ગ્રહણ કાળ વિશે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સૂર્યગ્રહણ અને શનિ અમાસના સંયોગના કારણે ઘરમાં કેટલાક કામો ન કરવા.
કેટલા વાગ્યે લાગશે સૂર્યગ્રહણ?
શનિ અમાસના દિવસે લાગનારું સૂર્યગ્રહણ ભારતીય સમય પ્રમાણે બપોરે 2:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:14 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 53 મિનિટનો રહેશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે અને ન તો તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે.
આજે ઘરમાં ભૂલથી પણ આ 6 કામ ન કરવા
- નવું કાર્ય
શનિ અમાસના સંયોગમાં લાગી રહેલા સૂર્યગ્રહણમાં કોઈ નવું કાર્ય શરૂ ન કરવું. વ્યવસાયિક સોદા કરતી વખતે, મકાન બાંધકામ કરતી વખતે અથવા મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે સાવચેત રહેવું. આવા કાર્યો થોડા સમય માટે ટાળી રાખો તો સારું રહેશે.
- લગ્ન સાથે સબંધિત કાર્ય
સૂર્યગ્રહણ અને શનિ અમાસના સંયોગમાં લગ્ન સંબંધિત કોઈપણ કાર્ય ન કરવું. ગૃહ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના શુભ કાર્યથી દૂર રહેવું. એવું કહેવાય છે કે શુભ અને માંગલિક કાર્યો પર ગ્રહણની નકારાત્મક અસર પડે છે.
- માંસ-દારૂનું સેવન ન કરવું
આ દિવસે માંસાહારી ખોરાક, દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન પણ અશુભ માનવામાં આવે છે. સાત્વિક ખોરાક લેવો શ્રેષ્ઠ રહેશે.
- વાળ, નખ ન કાપવા અને દાઢી ન કરવી
સૂર્યગ્રહણ દરમિયાન વાળ કાપવા, દાઢી કરવા અથવા નખ કાપવા પર પણ પ્રતિબંધ છે. આ સમયે તમારા શરીરને સ્વચ્છ રાખો અને સ્નાન કર્યા પછી જ કોઈપણ શુભ કાર્ય કરો.
- લડાઈ-ઝઘડાથી દૂર રહો
ઘરમાં લડાઈ-ઝઘડા કે વિવાદોથી દૂર રહો. લોકો સાથે કોઈ ઝઘડો ન કરો. આ દરમિયાન ઝઘડા કરવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને જીવનમાં અનિચ્છનીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
- વડીલોનું અપમાન ન કરવું
આ દિવસે તમારા માતા-પિતા કે અન્ય કોઈ વડીલોને એવા શબ્દો ન કહો જેનાથી તેમની લાગણીઓ દુભાય. આમ કરવાથી શનિદેવની કૃપા અટકી શકે છે અને તમારા જીવનમાં અવરોધો આવી શકે છે.