Home / India : Crack in AIADMK and BJP alliance, Palaniswami's statement heats up politics

AIADMK અને ભાજપના ગઠબંધનમાં તિરાડ, પલાનીસ્વામીના નિવેદથી રાજકારણ ગરમાયું

AIADMK અને ભાજપના ગઠબંધનમાં તિરાડ, પલાનીસ્વામીના નિવેદથી રાજકારણ ગરમાયું

અન્નાદ્રમુક (AIADMK) અને ભાજપ વચ્ચે ચાર દિવસ પહેલા ગઠબંધન થયું હતું. ગયા અઠવાડિયે બંને પક્ષોએ 2026ની તમિલનાડુ ચૂંટણી માટે હાથ મિલાવ્યા હતા, પરંતુ અન્નાદ્રમુકના નેતા ઈ.કે.પલાનીસ્વામીના તાજેતરના નિવેદનથી ગઠબંધનમાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, બંને પાર્ટીઓનું ગઠબંધન માત્ર ચૂંટણી માટે છે અને તેઓ ગઠબંધન સરકાર બનાવશે નહીં. તેમના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ભાજપની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

‘પાર્ટી ગઠબંધન સરકારનો સ્વીકારશે નહીં’

પલાનીસ્વામીના નિવેદ પરથી લાગી રહ્યું છે કે, તેમનો પક્ષ ગઠબંધન સરકાર સ્વીકારશે નહીં. તેમનું કહેવું છે કે, ભાજપ સાથે માત્ર ચૂંટણી માટે ગઠબંધન કરાયું છે. પાલનાસ્વામીનું આ નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની વિરુદ્ધ છે. અમિત શાહે ગયા અઠવાડિયે બંને પાર્ટીના ગઠબંધનની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, બંને પક્ષો સાથે મળીને અને NDA હેઠળ ચૂંટણી લડશે. એઆઈએડીએમકે, ભાજપ અને તમામ ગઠબંધનના સાથી પક્ષોએ એનડીએ તરીકે સાથે મળીને તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

ગઠબંધનમાં તિરાડનું કારણ?

કેટલાક અન્નાદ્રમુક નેતાઓ ભાજપ સાથેના ગઠબંધનથી નાખુશ છે. આનું કારણ એ છે કે, છેલ્લી ત્રણ મોટી ચૂંટણીઓમાં ભાજપે નબળું પ્રદર્શન કર્યું હતું અને પાર્ટીએ વિધાનસભા ચૂંટણી-2019 અને લોકસભા ચૂંટણી- 2021 અને 2024માં હારનો સામનો કરવો પડ્યો હતો. 2021માં AIADMKએ ભાજપ સાથે ગઠબંધન કરીને 75 બેઠકો જીતી હતી, જે અગાઉની ચૂંટણી કરતા 136 બેઠકો ઓછી હતી. ડીએમકે અને કોંગ્રેસે તેમને સત્તા પરથી દૂર કર્યા હતા. AIADMKએ 2019 અને 2024ની સામાન્ય ચૂંટણીઓમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું. તેમણે અનુક્રમે 2019માં 20 અને 2024માં 34 બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ માત્ર એક જ બેઠક જીતી શક્યા હતા. આ બે ચૂંટણીઓમાં ભાજપે 28 બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ એકપણ બેઠક જીતી શકી નથી.

Related News

Icon