વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષ પછી IPL ટ્રોફી જીતી છે. વિરાટે આ ટ્રોફી જીતવા માટે ઘણો સમય રાહ જોઈ છે. એવામાં ફેન્સથી લઈને ફેમિલી સુધી બધા વિરાટને અભિનંદન આપી રહ્યા છે. વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી ડિંગરાએ પણ તેના ભાઈ માટે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફોટો શેર કરીને અભિનંદન આપ્યા હતા. પરંતુ કેટલાક ટ્રોલ્સે ભાવનાના વિરાટ સાથેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ ભાવનાએ ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે.

