જ્યારે આપણે મેસેજિંગ એપ્સ વિશે વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા મનમાં WhatsApp આવે છે, પરંતુ શક્ય છે કે ભવિષ્યમાં તે એકમાત્ર લોકપ્રિય એપ ન હોય. કારણ કે, ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સીએ એક એવી એપ લોન્ચ કરી છે જેને ઇન્ટરનેટની જરૂર નહીં પડે. ડોર્સી બિટચેટ નામની એપ પર કામ કરી રહ્યા છે, જે બ્લૂટૂથ ટેકનોલોજી પર ચાલશે.

