લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરના ઘરમાં આગ લાગી હતી. સોમવાર (૧૨ મે, ૨૦૨૫) ના રોજ વહેલી સવારે તેમના નિવાસસ્થાને આગ લાગી હતી. ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે, જોકે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

