Home / Gujarat / Ahmedabad : Passport can be renewed even if a criminal case is pending against the accused - Gujarat High Court

આરોપી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ પાસપોર્ટ રિન્યુ થઇ શકશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

આરોપી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ પાસપોર્ટ રિન્યુ થઇ શકશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

અમદાવાદ: પાસપોર્ટ રિન્યુઅલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટેએ પાસપોર્ટ રિન્યુઅલને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી સામે ક્રિમિનલ કિસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રાયલ દરમિયાન આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી અને ટ્રાયલ કોર્ટ બંનેનું હાઇકોર્ટે અવલોકન કર્યું છે. વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે, પરંતુ પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી સત્તા નથી. આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રીન્યુ કરવો તે નક્કી પાસપોર્ટ ઓફિસ ના કરી શકે. બંધારણના અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા હાઇકોર્ટે અવલોકન કર્યું છે. વધુમાં જણાવ્યું છે કે વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવીએ મૂળભૂત બંધારણીય અધિકાર છે.

કેન્દ્ર સરકારના નોટિફિકેશનનું અર્થઘટન કરીને પાસપોર્ટ ઓથોરિટી ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર એક વર્ષ માટે પાસપોર્ટ રીન્યુ કરતી હતી. અરજદાર અદાલતમાં જાય તો ત્રણથી પાંચ વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થતા હતા.

પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટે આ કિસ્સામાં ઠેરવ્યું કે કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ હેઠળ બનાવેલા નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થવું જોઈએ. આ સિદ્ધાંતને લાગુ કરતા હાઇકોર્ટે આરોપીના પાસપોર્ટને દસ વર્ષ માટે રિન્યુ કરવા માટે હુકમ કર્યો છે. પાસપોર્ટ રિન્યુઅલના કેસો અને પડતર કેસોમાં આ ચુકાદો સીમાચિન્હ રૂપ બની રહેશે.

 

Related News

Icon