અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલાં વિમાન મેઘાણીનગર રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે. સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો, જેની સારવાર ચાલી રહી છે. પરંતુ આજે તમને એ વિમાનો વિશે વાત કરવી છે જે વિમાનોએ ઉડાન ભરી હતી પરંતુ હવામાં ગાયબ થઈ ગયા હતા જેની આજ સુધી કોઈ સંભાળ મળી નથી.

