શું અલગ અલગ વિચાર અને બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો તેના લગ્નજીવનને સફળ બનાવી શકે છે? અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની જોડી આનું ઉત્તમ ઉદાહરણ છે. સાદું જીવન જીવતા અક્ષય અને સ્ટારડમમાં ઉછરેલી ટ્વિંકલના ઉછેર અને વિચારસરણીમાં ઘણો બધો ફરક છે. તેમ છતાં તેની સમજણ, પરસ્પર આદર અને સીમાઓની સ્પષ્ટતાએ તેના સંબંધોને મજબૂત રાખ્યા છે. 20 વર્ષથી વધુના લગ્નજીવન અને બે બાળકો સાથે આ જોડી બતાવે છે કે બે અલગ અલગ વ્યક્તિત્વ અને વિચારસરણી હોવા છતાં સંબંધ કેવી રીતે સફળ બનાવી શકાય છે. જો તમે પણ તમારા સંબંધને મજબૂત અને સુખી બનાવવા માંગતા હો, તો અક્ષય-ટ્વિંકલના લગ્નજીવનમાંથી પ્રેરણા લો.

