
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. આ સમયે બધા આલિયાના કાન્સ ફેસ્ટિવલ 2025માં ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ દરમિયાન, ફેન્સને ગઈકાલે એક ખરાબ સમાચાર મળ્યા કે આ વખતે આલિયા કાન્સમાં નહીં જોવા મળે. તેણે કહ્યું કે આ પાછળનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ હતો. જોકે, હવે આલિયાના ફેન્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી કાન્સ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહી છે.
રેડ કાર્પેટ પર દેખાડશે જલવો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 13 મેના રોજ ફ્રેન્ચ રિવેરામાં શરૂ થયો છે અને 24 મે સુધી ચાલુ રહેશે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આલિયા ભટ્ટે તેનું કાન્સ ડેબ્યુ રદ્દ કર્યું છે, પરંતુ હવે અભિનેત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે એવું કંઈ નથી. આ દિવસોમાં આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ પૂર્ણ કર્યા પછી, આલિયા ફ્રાન્સ જશે અને પછી કાન્સ ફેસ્ટિવલની કલોઝિંગ સ્રેમનીમાં રેડ કાર્પેટ પર હાજરી આપશે.
હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે
એક અહેવાલ મુજબ, આલિયા ભટ્ટ હાલમાં સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ કારણે તે કાન્સની ઓપનિંગ સેરેમનીમાં હાજરી નહતી આપી શકી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હાલમાં ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે શૂટિંગ ચાલી રહ્યું છે. આ કારણોસર, તે શૂટિંગ અધવચ્ચે નહીં છોડી શકી.
ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોડાઈ શકે છે
આલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "પહેલીવાર હંમેશા ખાસ હોય છે અને હું આ વર્ષે કાન્સ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ ફેસ્ટિવલનો ભાગ બનવું મારા માટે સન્માનની વાત છે." સમાચાર અનુસાર, આલિયા ભટ્ટ કાન્સ ફેસ્ટિવલમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે રેડ કાર્પેટ પર જોવા મળી શકે છે.