યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે વિશ્વભરના શેરબજારોમાં ઉથલપાથલ મચી હતી. જેને પગલે અબજોપતિઓની નેટવર્થમાં પણ ઉથલપાથલ જોવા મળી હતી. પરંતુ ટ્રમ્પનું વલણ નરમ પડતાંની સાથે તેનો ફાયદો ધનિકોની સંપત્તિમાં વધારા દ્વારા જોવા મળી રહ્યો છે. ટોચના અબજોપતિઓની યાદીમાં સમાવિષ્ટ શ્રીમંત ભારતીયોમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ છેલ્લા બે દિવસમાં ઝડપથી વધી છે અને તેઓ ફરી એકવાર $100 બિલિયન નેટવર્થ ક્લબમાં જોડાયા ગયા છે. જ્યારે ભારતીય ગૌતમ અદાણી સંપત્તિની દૃષ્ટિએ અંબાણીથી ઘણા પાછળ છે.

