
ઓપરેશન સિંદૂર બાદ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક ફોટો પોસ્ટ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. જેમાં અડધો ફોટો રાહુલ ગાંધીનો જ્યારે બીજો અડધો ફોટો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનો છે. આ ફોટો પોસ્ટ કરતી વખતે અમિત માલવિયાએ કહ્યું કે, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.
અમિત માલવિયાએ લખ્યું કે, રાહુલ ગાંધી પાકિસ્તાન અને તેના સમર્થકોની ભાષા બોલી રહ્યા છે તેમાં કોઈ આશ્ચર્યજનક નથી. તેમણે ઓપરેશન સિંદૂર માટે PM MODIને અભિનંદન આપ્યા ન હતા.
https://twitter.com/amitmalviya/status/1924681557639627225
રસપ્રદ વાત એ છે કે, રાહુલ ગાંધીએ એક પણ વાર પૂછ્યું ન હતું કે સંઘર્ષ દરમિયાન કેટલા પાકિસ્તાની જેટ તોડી પાડવામાં આવ્યા અથવા ભારતીય સેનાએ પાકિસ્તાની એરબેઝ પર બોમ્બમારો કર્યો ત્યારે તેમના હેંગરમાં પાર્ક કરેલા કેટલા વિમાનોનો નાશ થયો. માલવિયાએ કહ્યું. રાહુલ ગાંધી માટે આગળ શું? નિશાન-એ-પાકિસ્તાન?
રાહુલે શું કહ્યું હતું?
ઓપરેશન સિંદૂર પછી વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સવાલ ઉઠાવતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નવા આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આપણે હુમલો કર્યા પહેલા પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે આ કર્યું છે. રાહુલે પૂછ્યું છે કે આ કરવા માટે કોણે અધિકૃત કર્યું અને આના કારણે આપણી વાયુસેનાએ કેટલા વિમાન ગુમાવ્યા?
ઓપરેશન સિંદૂર વિશે વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?
દિલ્હીમાં હોન્ડુરાસ દૂતાવાસના ઉદ્ઘાટન બાદ ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા, એસ જયશંકરે કહ્યું હતું કે ગોળીબાર કોણ રોકવા માંગે છે તે સ્પષ્ટ છે. અમે આતંકવાદી ઢાંચાને તોડવા માટે અમે જે લક્ષ્યો નક્કી કર્યા હતા તે પ્રાપ્ત કરી લીધા છે. મુખ્ય ઉદ્દેશ્યો પ્રાપ્ત થયા હોવાથી, મને લાગે છે કે અમે યોગ્ય અભિગમ અપનાવ્યો. કારણ કે ઓપરેશનની શરૂઆતમાં જ અમે પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો કે, અમે આતંકવાદી માળખા પર હુમલો કરી રહ્યા છીએ, સેના પર નહીં, અને સેના પાસે એક જ વિકલ્પ હતો તે ઉભી રહે અને કોઈ હસ્તક્ષેપ ના કરે.