Australian Cricketer Bob Cowper Died at 84 Years: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું મેલબર્નમાં નિધન થયુ છે. 84 વર્ષીય કાઉપર લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે ઝઝૂમી રહ્યા હતા. 11 મેના રોજ આજે રવિવારે નિધન થયુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાઉપરના નિધનની ખાતરી કરી છે. કાઉપરના પરિવારમાં પત્ની ડેલ અને બે દિકરી (ઓલિવિયા અને સેરા) છે.

