
આપણે ત્યાં સત્ય ધર્મમાં અને આધ્યાત્મજીવનના ક્ષેત્રમાં આ ચાર શબ્દોનો સત્યના આધારે અર્થ સમજી વિચારી જાણી તેનો જીવનમાં અંગીકાર કરી જીવન જીવવું જ જોઈએ, તો જ આ જીવનમાં જ પરમ શાંતિ, પરમ આનંદ, જીવનનો સંતોષ અને તૃપ્તિ જીવનમાંથી જ પ્રાપ્ત થાય, અને સમગ્ર જીવન અમૃત સમું જીવી શકાય.
આમ આપણે ત્યા ધર્મના ક્ષેત્રમાં ધણી બધી ગરબડો આજે અજ્ઞાાની લોકો તરફથી ચલાવવામાં આવે છે, તેથી આ ચારેનો હેતુ અને ઉદ્દેશ સમજી જાણી તેને જીવનના આચરણમાં મૂકવા જોઈએ જો આપણે સ્વસ્થ ચિત્તે સમજશું અને જાણશું તો આચરણમાં મૂકવા સહેલા પડશે, માટે અંતકરણથી જાણો અને આચરો.
ધર્મ અને આધ્યાત્મિક જીવનમાં સાવધાન શબ્દનો અર્થ ધણો ઊડો છે, તે સમજવો સૌને માટે જરૂરી છે. સાવધાનમાં આત્મિક આંતરિક જાગૃતિ હોવી જરૂરી છે, એટલેકે અંતકરણની શુધ્ધિ, નિર્મળ નિસ્પૃહ નિરહંકારી મન હોવું જ જોઈએ તે માટે આત્મ ધ્યાનની સાધનાની આવશ્યકતા પડે છે, અહી સાવધાન એ કોઈ બાહ્ય ચેતવણી નથી, પણ આંતરિક સજાગતા અને જાગૃતતાનો સંકેત છે.
આમ સાવધાનનો અર્થ થાય છે આત્મિક સત્યમાં સ્થિત થઈને મન વાણી અને કર્મમાં આત્મિક સત્યના આધારે સતર્ક રહેવું , જેથી અવિચારથી, કે અજાગૃતતાથી કોઇ પણ પાપકૃત્ય થઈ શકે નહિ, અને સ્વાર્થ લાભ લોભ આસક્તિ અહંકાર, મોહ, રાગ દ્વેષ, અને દ્વદ્વ, જેવી આંતરિક વૃતિઓ અંતરમાં ફુલે ફાલે નહિ માટે સાવધાન રહેવું જોઈએ, અને તેમના હુમલા થાય તેને રોકવા જ જોઈએ આમ સાવધાન રહી જીવન જીવીને આધ્યાત્મ માર્ગે સ્થિત થવું જોઈએ એટલેકે આંતર શુધ્ધિ સાવધાન આત્મ જાગૃતિ અને આત્મ સંયમી જીવન જીવીને મોક્ષ તરફ આગળ વધવાનો સ્પષ્ટ સકેત સાબિત થાય, આધ્યાત્મિક દ્રષ્ટિએ સભાનતા સાવધાની એ એક મહત્વ પૂર્ણ આધ્યાત્મિક ગુણ છે, આ શબ્દનો અર્થ ચેતવણી નહિ પરંતુ અંતર જાગૃતિ સજાગતા અને શુધ્ધ સાત્વિક અને પવિત્ર અવસ્થામાં જીવન જીવવું એવો ઊડો અર્થ થાય છે, ટુકામાં સભાનતા એ આત્મ જ્ઞાાન તરફની શુધ્ધ યાત્રા છે, જીવમાત્ર શરીર નથી પણ એ આત્મ સ્વરૂપ છે,આ આત્મ જ્ઞાાનમાં સદાય સ્થિત રહેવું હુ કોણ છું એ સવાલમાં સદાય સ્થાયી થવા માટે સાવધાનતા ધારણ કરવી જરૂરી બને છે.