
નવી શિક્ષણનીતિ અંતર્ગત હવે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ દિવસની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ વિદ્યાર્થીઓ દર શનિવારે સ્કૂલ બેગ વગર શાળાએ આવશે. પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ દિવસની શરૂઆત 5 જુલાઈ 2025થી થશે. આ દિવસે અભ્યાસ સિવાય અન્ય પ્રેક્ટિકલ એક્ટિવિટી કરાવવામાં આવશે.