દરેક શાકભાજીના ફળોમાં બી હોય છે. અનાજ અને કઠોળના પણ બિયારણ હોય છે. બીજને જમીનમાં વાવવાથી છોડ કે વૃક્ષ ઊગે. આ કુદરતી ક્રમ છે. માણસ કે પશુપક્ષીઓ મોટા ભાગે ફળોનાં બીજ ખાતાં નથી એટલે વંશવૃદ્ધિ સરળતાથી થાય છે. માણસ અનાજ ઉપરાંત ફળો અને ફૂલોની ખેતી કરે છે. કેરી, સફરજન, ચીકુ, લીંબુ જેવા ફળો મોટા વૃક્ષ ઉપર થાય છે. તેના બીજ વાવ્યા પછી વર્ષો બાદ તેમાં કેરી આવે.

