બાંગ્લાદેશના પ્રખ્યાત ક્રિકેટર શાકિબ અલ હસન, જે એક સમયે દેશના ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (ACC)નો ચહેરો હતા, તે હવે પોતે મુશ્કેલીમાં છે. એ જ સાકિબ કે જેણે ACCની ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરી હતી અને સ્વચ્છ વહીવટ માટે ઝુંબેશ ચલાવી હતી, તે જ સાકિબ પર હવે ગંભીર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે.

