Home / Career : Bank of Baroda Recruitment for Office Assistant Posts

Bank Job / બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

Bank Job / બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in પર જઈને સીધી લિંક મેળવી શકે છે. આ ભરતી ઝુંબેશ હેઠળ 500 જગ્યાઓ ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉમેદવારો આ ભરતી માટે 23 મે 2025 સુધી અરજી કરી શકે છે. કોઈપણ સમસ્યા ટાળવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ અરજીની છેલ્લી તારીખ પહેલા જ અરજી કરી લેવીજોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • હોમ પેજ પર, સંબંધિત પોસ્ટ માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરાવવા માટે વિગતો દાખલ કરો.
  • પછી અરજી ફોર્મ ભરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ કરો.
  • આ પછી અરજી ફી ચૂકવો.
  • છેલ્લે પેજ ડાઉનલોડ કરો, અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લો.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો 10 પાસ હોવા જોઈએ. આ સાથે જે રાજ્ય કે પ્રદેશમાંથી અરજી કરવા ઈચ્છે છે ત્યાંની સ્થાનિક ભાષામાં નિપુણ હોવા જોઈએ. અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18થી 26 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે. 

અરજી ફી

આ ભરતી માટે અરજી કરનારા જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી 600 રૂપિયા છે અને SC, ST, PWBD, EXS, DISXS અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષાનો સમાવેશ થાય છે અને ત્યારબાદ ઉમેદવારોની સ્થાનિક ભાષા કસોટી (Language proficiency test) લેવામાં આવે છે જેમાં તેમણે ઓનલાઈન પરીક્ષા પાસ કરવાની હોય છે. દરેક ઉમેદવારે લેખિત (ઓનલાઈન) પરીક્ષાના દરેક વિભાગમાં ઓછામાં ઓછા માર્ક્સ (કટ-ઓફ) તેમજ આગળની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા અને રેન્ક યાદી તૈયાર કરવા માટે કુલ 100 ગુણમાંથી ઓછામાં ઓછા માર્ક (કટ-ઓફ) મેળવવાના રહેશે.

Related News

Icon