સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ લોકલ બેંક ઓફિસર (LBO) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો 31 મે 2025 સુધી બેંકની સત્તાવાર વેબસાઈટ iob.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. બેંકે કુલ 400 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ રાજ્યવાર બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

