Home / Career : SBI Recruitment 2025 for graduate candidates

Bank Job / ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ગુડ ન્યુઝ, SBIમાં નીકળી બમ્પર ભરતી

Bank Job / ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ગુડ ન્યુઝ, SBIમાં નીકળી બમ્પર ભરતી

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી સરકારી નોકરી અથવા બેંક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) ની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 29 મે સુધી બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. કુલ 2964 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે નિર્ધારિત સમયગાળા દરમિયાન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ SBI દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન વાંચવું આવશ્યક છે. 

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

SBI CBO ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ જેવી ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજદારની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 30 એપ્રિલ 2025થી કરવામાં આવશે.

અરજી ફી કેટલી છે?

આ જગ્યાઓ માટે અરજી કરનારા જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયા અરજી ફી જમા કરાવવાની રહેશે. જ્યારે SC, ST અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ રીતે અરજી કરો

  • બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર આપેલા કરિયર ટેબ પર જાઓ.
  • SBI CBO ભરતી 2025 અરજી લિંક પર ક્લિક કરો.
  • હવે અહીં રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો, ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

પસંદગી કેવી રીતે થશે?

CBOની જગ્યાઓ માટે અરજદારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ વગેરે દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે. પરીક્ષામાં અંગ્રેજી ભાષા, બેંકિંગ નોલેજ, જનરલ અવેરનેસ અને કોમ્પ્યુટર એપ્ટીટ્યુટ જેવા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. વધુ માહિતી માટે, ઉમેદવારો જારી કરાયેલ નોટિફિકેશન ચેક કરી શકે છે.

Related News

Icon