એક તરફ કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે તો બીજી તરફ ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના ગંગાજળિયા તળાવ, ભીડભંજન મહાદેવ, જશોનાથ મહાદેવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ પડતા લોકોને બળબળતા તાપથી અંશતઃ રાહત મળી હતી.

