રાજકોટમાં ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક લાંચના કેસમાં તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ સામે કાર્યવાહી કરી હોવાની ઘટના સામે આવી છે. એક વેપારીએ રામભાઈ મોકરિયાને રજૂઆત કરી હતી કે તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણે ગેરરીતિ સબબ 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ રજૂઆતના ૧૦ મિનિટની અંદર જ અધિકારીએ લાંચની રકમ પરત કરી દીધી હતી.
રાજકોટના વેપારીએ રામભાઈ મોકરિયાને મૌખિક ફરિયાદ કરી કે, તોલમાપ વિભાગના અધિકારી મારી પાસેથી રૂપિયા 25 હજાર લઈ ગયા છે. ત્યારબાદ ભાજપ સાંસદ રામભાઈએ તોલમાપ વિભાગના અધિકારીને ફોન કર્યો એટલે પૈસા પાછા આપવા ઉપરાંત સાંસદને મળવા આવ્યા હતા. જોકે, જ્યારે મીડિયાની હાજરીની ખબર પડી, ત્યારે બંસીલાલ ચૌહાણ ભાગી ગયા હોવાના વિઝ્યુઅલ સામે આવ્યા છે. રામભાઈ મોકરિયાને મળવા આવેલા આ અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પણ જણાવ્યું હતું.
સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે, ગઈકાલે પાંચ વાગ્યે એક વેપારી કારખાનેદાર હતા. તેમને કહ્યું કે મારી ફેક્ટરીએ તોલમાપ અધિકારી આવ્યા છે. મને હેરાન કરે છે. મેં કહ્યું હતું કે, તમારે જે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી થતી હોય તે કરો પણ હેરાનગતિ ન કરતા. ત્યારબાદ વેપારીનો મને ફોન આવ્યો હતો કે, અધિકારીએ રૂ. 12 હજારનો દંડ કર્યો અને વધારાના 25 હજારનો તોડ કરી ગયા. મેં અધિકારીનો નંબર લઈને ફોન કર્યો. તમે વેપારીને દંડ કરજો પરંતુ હેરાન ના કરતા.