
Ahmedabad news: અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. જો કે અમદાવાદ સિવાય અન્ય શહેરો અને ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર અને ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે, અમદાવાદ શહેરમાં હજી ચોમાસાનો સામાન્ય વરસાદ જ થયો છે. છતાં અમદાવાદના રોડ-રસ્તા સાવ બિસ્માર અને ખાડારાજ જેવો માહોલ છે. જનતા ટેક્સ અને મત આપીને હાંફી જાય છે. જ્યારે નેતાઓ આ સ્થિતિને જોઈને કોઈ કાર્યવાહી નથી કરતા એ સો મણનો સવાલ છે. સમગ્ર શહેરમાં માત્ર સામાન્ય વરસાદ થયો છે છતાં ઠેર-ઠેર ખાડા અને બિસ્માર રોડને લઈ સત્તામાં બેઠેલી ભાજપ આ મુદ્દે મૌન છે. શહેર પ્રમુખ પ્રેરક શાહે નિરસતા દાખવી છે.
મળતી માહિતી અનુસાર, ચોમાસું તો સત્તાવાર રીતે બેસી ગયું છે. અમદાવાદમાં સાવ સામાન્ય વરસાદમાં ખાડા, બિસ્માર રસ્તાઓ, ભુવા જેવી સ્થિતિઓ ઠેર-ઠેર જોવા મળી રહી છે. આ અંગે ભાજપ સાવ મૌન જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદમાં ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહે ખાડાઓ બિસ્માર રસ્તાઓ મુદ્દે નિરસતા દર્શાવી છે. મીડિયાના સવાલ દરમિયાન પૂર્વ પ્રમુખ અમિત શાહ પણ પ્રેરક શાહને જવાબ શીખવાડતા નજરે પડ્યા હતા. શું નવા પ્રમુખને જૂના પ્રમુખના પ્રશિક્ષણની જરૂર છે? શહેરમાં ખાડાઓ મુદ્દે લોકોને હાલાકી વચ્ચે નેતાઓ પોતાની મસ્તીમાં મસ્ત છે. અમદાવાદ શહેરમાં સાવ હળવા વરસાદને લીધે રોડ-રસ્તાઓ બિસ્માર બન્યા છે તે અંગે સવાલ કરતા પ્રેરક શાહે જણાવ્યું કે, કોર્પોરેશનના જે પ્રશ્નો છે તેની ભવિષ્યમાં ચર્ચા કરવામાં આવશે. લોકસેવકો અને ધારાસભ્યો લોકોના ફોન ન ઉઠાવતા હોવા મામલે પણ શહેર પ્રમુખની ચુપ્પી છે. હવે શહેરમાં સત્તાધારી પક્ષ સમગ્ર મામલે મૌન છે અને સ્થિતિ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.