
ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર બોમ્બની ધમકી મળી છે. અઠવાડિયામાં બીજી વખત ઈમેલના માધ્યમથી આ ધમકી આપવામાં આવી છે. અજાણ્યા ઈ-મેલમાં ઉલ્લેખ કર્યો હતો કે એરપોર્ટમાં IED વિસ્ફોટક છુપાવ્યાનો હોવાની ધમકી આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ધમકી મળતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધર્યું
સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ પહેલાં 29મી જૂને પણ આવી જ ધમકી મળી હતી, જે તપાસમાં ખોટી નીકળી હતી.સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટની સુરક્ષા વધુ કડક કરી છે અને ઈમેલની તપાસ શરૂ કરી છે.