
રવિવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના સરકારી નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી પોલીસ સ્ટેશન નજીક ઈ-મેલ દ્વારા મળી હતી, જેના પછી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી મુખ્યમંત્રી નિવાસસ્થાનની સઘન તપાસ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાનના ખૂણે ખૂણાની કરાઇ તપાસ
અહેવાલ મુજબ, થમ્પાનૂર પોલીસ સ્ટેશનને ઇ મેઇલ દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ઈ મેઇલ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નિવાસસ્થાનના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી, જો કે મુખ્યમંત્રી વિજયન તેમના પરિવાર સાથે વિદેશમાં છે.
સર્ચ ઓપરેશનમાં શું મળ્યું?
જ્યારે ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાનની તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. આ ધમકી રાજ્યભરની મુખ્ય સંસ્થાઓને મળેલી બોમ્બ ધમકીઓ સાથે જોડાયેલી છે કે કેમ તે શોધવા માટે તપાસ ચાલી રહી છે.