
બોલિવૂડના ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણો સામે વાંધાજનક પોસ્ટ મૂકી હતી. જેથી બ્રાહ્મણ સમાજમાં ભારે વિરોધ થયો હતો. જેથી તેની સામે સુરતની ચીફ કોર્ટે સમન્સ ઇશ્યુ કરી આગામી સાતમી મેના રોજ તેમને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. સુરતના વકીલ કમલેશ રાવલે આ મામલે ફરિયાદ કરતાં કોર્ટે અનુરાગ કશ્યપ સામે સમન્સ ઇશ્યુ કર્યું હતું.
શું હતી પોસ્ટ
અનુરાગ કશ્પયે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘હું બ્રાહ્મણ ઉપર પેશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ? આ પોસ્ટ સામે આદિત્ય નામની એક વ્યકિતે વાંધો લીધો તો અનુરાગે તેને જવાબ આપતા કહ્યું હતું કે ‘તું ચૂપ કર’ આ ઉપરાંત બિભત્સ વાક્યો પણ કહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ‘તેં બ્રાહ્મણ થઈને શું ઉખાડી લીધું’.
કોર્ટે સમન્સ ઈશ્યું કર્યુ
આ કેસમાં આખરે સમન્સ ઇશ્યુ થતાં કોર્ટે સાતમી મેના રોજ સવાર 10.30 કલાકે અનુરાગ ક્શ્યપ અથવા તેમના તરફે વકીલને હાજર રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત કોર્ટે પૂછ્યું છે કે, ફરિયાદમાં તમારી વિરુદ્ધ જે બાબતો છે તે શા માટે મંજૂર ન કરવી જોઈએ. તેનું કારણ દર્શાવી શકાય નહીં તો કોર્ટ તમારી વિરુદ્ધ એકપક્ષીય કાર્વયાહી કરશે.