Weather Update: છેલ્લા ત્રણ-ચાર દિવસથી દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમીને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે (IMD) આગામી પાંચ દિવસને લઈને દેશમાં ચોમાસાની સ્થિતિને લઈને આગાહી કરી છે. IMD અનુસાર, આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક સ્થળોએ અને આ પછીના 3 દિવસ એટલે કે સોમવારથી બુધવારે દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદી માહોલ ઘણા દિવસોથી યથાવત્ છે, ત્યારે ચાલો જાણીએ ગુજરાત સહિતના દેશના કયા રાજ્યોમાં કેવું રહેશે હવામાન.

