ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પુલ તૂટી જવાને પરિણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રૂટ બંધ કરવા અને વૈકલ્પિક રૂટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

