
ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં બસનો ભયાનક અકસ્માત થયો છે, જેમાં 12 મુસાફરોના મોત અને 23 લોકોને ઈજા તઈ છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મૃતકોમાં મહિલાઓ અને બાળકો
દર્દનાક અકસ્માતમાં કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કેટલાકનું હોસ્પિટલ લઈ જઈ વખતે મોત થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે.
https://twitter.com/portiabet/status/1919660324011270539
મૃત્યુઆંક વધવાની આશંકા
બસ અકસ્માતમાં 23 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ પીડિતોને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પૂરઝડપે દોડતી બસની બ્રેક ફેલ થતા બની ઘટના
પ્રાથમિક અહેવાલો મુજબ, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરઝડપે દોડી રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. એક વળાંકમાં બસની બ્રેક ન વાગતા અનિયંત્રિત થઈને પલટી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ કરી રહી છે.