શેરબજારમાં વધુ એક લોકપ્રિય IPO ખુલી રહ્યો છે, જે 19મી નવેમ્બરે ખુલશે. આ IPOનું સબસ્ક્રિપ્શન 22 નવેમ્બરે બંધ થશે. આ IPOના શેર 25મી નવેમ્બરે ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ NTPCની સબસિડિયરી કંપની NTPC ગ્રીન એનર્જીનો IPO છે. તેના શેર 27 નવેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થશે.

