કોંગ્રેસે બુધવારે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા કથિત રીતે જારી કરવામાં આવેલા આંકડાઓનો સંદર્ભ આપતા આરોપ મૂક્યો હતો કે જાહેર ક્ષેત્રની બેંકોને નાણાકીય રીતે કટોકટીગ્રસ્ત ૧૦ કંપનીઓ પાસેથી લગભગ ૬૨૦૦૦ કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલ કરવાના હતાં. જો કે અદાણી જૂથ દ્વારા આ કંપનીઓને અધિગ્રહણ કરવામાં આવ્યા પછી તેમને ફક્ત ૧૬૦૦૦ કરોડ રૂપિયામાં જ સમજૂતી કરવી પડી હતી.

