સાબરકાંઠા: જેલમાં બંધ BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આજે બેઠક યોજાઈ હતી. બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેંપસ હિંમતનગર ખાતે ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ‘વી સપોર્ટ BZ’ના બેનર જોવા મળ્યા હતા. બેઠકમાં બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર રોકાણકારો અને સમર્થકો હાજર રહ્યા હતા. સમર્થકો ‘અમારી સાથે કોઈ છેતરપીંડી થઈ નથી’, ભુપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાના અને ‘બીઝેડ ગ્રુપએ અમારો વિશ્વાસઘાત કર્યો નથી’ જેવા પ્લેકાર્ડ પણ જોવા મળ્યા હતા.

