
ગુજરાત ભાજપના અમદાવાદ જિલ્લામાં લેટર બોમ્બથી સનસની મચી ગઈ છે. લેટર બોમ્બથી આંતરીક વિખવાદ અને જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ખુલ્લો પત્ર અમદાવાદ જિલ્લાના કોર્ડિનેટર જીગ્નેશ પંડ્યાનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સંબોધીને પત્ર લખ્યો છે, આ પત્રમાં સાંણદના MLA કનુ પટેલ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે 4 પેજના પત્રમાં સાંણદના MLA કનુ પટેલ સામે સણસણતા આરોપ લગાવવામાં આવ્યા છે.
40થી50% કમિશન લઈ હલકી અને ખરાબ ગુણવત્તાનું કામ કરાવી રહ્યા છે
જેમાં ઉલ્લેખ કર્યો છે. MLA કનુ પટેલે બાવળા નગરપાલિકાને નરક પાલિકા બનાવી દીધી છે અને તેઓ પેતાના વોર્ડમાં જ વધારે ધ્યાન આપી રહ્યા છે. સાંણદ મત વિસ્તારમાં કામોમાં 40થી50% કમિશન લઈ હલકી અને ખરાબ ગુણવત્તાનું કામ કરાવી રહ્યા છે. તો બીજી તરફ 4 પેજના પત્રમાં ખુલ્લા આરોપ લગવામમાં આવ્યા છે કે લગાવ્યા છે કે MLAના કારણે પાયાના કાર્યકર્તાઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે, સાથે સાથે એ પણ માંગ કરી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી પદયાત્રા કે રોડ શો કરશે તો જમીની હકિકત સામે આવશે.
લુંટે એટલું લુટીલોનું સૂત્ર વાપરીને કટકીઓ લઈ રહ્યા છે
છેલ્લા 10 વર્ષથી બાવળામાં વિકાસ અટકી ગયો છે. પાણી, રસ્તા, ગટર સહિતના સામાન્ય પ્રજાની સમસ્યાઓ હલ નથી થઈ રહી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં અમદાવાદ જિલ્લાના કોર્ડિનેટર જીગ્નેશ પંડ્યા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે વ્હાલા અને મળતિયાઓને કોન્ટ્રેક્ટ આપીને લુંટે એટલું લુટીલોનું સૂત્ર વાપરી રહ્યા છે.
મળતિયાઓ કટકીઓ અને બિન્દાસ્તપણે હપ્તાઓ પણ લઈ રહ્યા છે
કોન્ટ્રાક્ટ મેળવીને આ મળતિયાઓ કટકીઓ અને બિન્દાસ્તપણે હપ્તાઓ પણ લઈ રહ્યા છે. MLA કનુ પટેલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નામનો દુરપયોગ કરી બાવળા ન. પામાં વોર્ડ પ્રમુખ જેવા હોદ્દાઓ પર પોતાના માણસો ગોઠવી દીધો હોવાના પણ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ આ લેટર બોમ્બથી ગુજરાત ભાજપમાં હડકંપ મચી ગયો છે.