માતાના સ્નેહ, પ્રેમ, બલિદાન અને સમર્પણનો કોઈ અંત નથી. એક માતા હંમેશા પોતાના બાળકો પર પ્રેમ વરસાવવા તૈયાર હોય છે. બદલામાં, આપણે આપણી માતાને દરરોજ પ્રેમ અને આદર આપવો જોઈએ. પરંતુ આ માટે સમગ્ર વિશ્વમાં એક ખાસ દિવસનું પણ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે (Mother’s Day) ઉજવવામાં આવે છે.

