Home / Career : Career Options after 12th other than JEE-B tech

Career Options / ફક્ત JEE-B tech જ નહીં, 12મા ધોરણ પછી આ 5 કોર્ષ કરીને પણ મેળવી શકો છો લાખોનું પેકેજ

Career Options / ફક્ત JEE-B tech જ નહીં, 12મા ધોરણ પછી આ 5 કોર્ષ કરીને પણ મેળવી શકો છો લાખોનું પેકેજ

ભારતમાં 12મા ધોરણ પછી ઘણા વિદ્યાર્થીઓ JEE અને B.Tech ડિગ્રી મેળવવાને એક આકર્ષક કારકિર્દી વિકલ્પ માને છે, કારણ કે એન્જિનિયરિંગ આજે પણ એક લોકપ્રિય ક્ષેત્ર છે. ઘણા લોકો તેને ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવવાનો એકમાત્ર પ્રવેશદ્વાર માને છે. જોકે, ધોરણ 12 પછી ફક્ત JEE-Btech જ નહીં, વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના ઘણા અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી કોઈપણ એક કર્યા પછી તેઓ સારો પગાર મેળવી શકે છે. જો તમે હમણાં જ 12મું ધોરણ પૂર્ણ કર્યું છે અને JEE-B.Tech રૂટની બહાર વિકલ્પો શોધી રહ્યા છો, તો આજે અમે તમને એવા 5 કોર્સ વિશે જણાવીશું, જે તમને લાખોનું પેકેજ અપાવી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA)

નંબર્સ અને ફાઈનાન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એ ખૂબ જ આર્થિક રીતે લાભદાયી વ્યવસાય છે. ઓડિટિંગ, ટેક્સેશન અને ફાઈનાન્સ મેનેજમેન્ટમાં કુશળતા માટે વિવિધ ક્ષેત્રોમાં CAની માંગ છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા ઓફર કરવામાં આવતો આ કોર્સ ટોચની એકાઉન્ટિંગ કંપનીઓ, મલ્ટી નેશનલ કોર્પોરેશનો અને નાણાકીય સંસ્થાઓમાં ઉચ્ચ પગારવાળી પોસ્ટ માટે માર્ગ મોકળો કરી શકે છે.

કાયદો (LLB)

કાયદામાં સ્નાતકની ડિગ્રી કાયદા ક્ષેત્રમાં કારકિર્દીની વિશાળ તકોના દરવાજા ખોલે છે. કોર્પોરેટ કાયદાથી લઈને મુકદ્દમા સુધી, આધુનિક વિશ્વની જટિલતાઓને પાર કરવા માટે કાનૂની પ્રોફેશનલ્સ આવશ્યક છે. કાનૂની અધિકારો અને નિયમો વિશે વધતી જાગૃતિ સાથે, લો ફર્મ, કોર્પોરેશનો, સરકારી એજન્સીઓ અને બિન-લાભકારી સંસ્થાઓ દ્વારા કુશળ વકીલોની ખૂબ માંગ છે.

બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)

બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ડિગ્રી માર્કેટિંગ, ફાઈનાન્સ, હ્યુમન રિસોર્સ સહિત બિઝનેસ મેનેજમેન્ટના વિવિધ પાસાઓમાં મજબૂત પાયો પૂરો પાડે છે. આ ડિગ્રી સ્નાતકોને વિવિધ ઈન્ડસ્ટ્રીમાં વ્યવસ્થાપક અને વહીવટી ભૂમિકાઓ માટે જરૂરી કુશળતા કેળવવામાં મદદ કરે છે. MBA અથવા સંબંધિત અનુસ્નાતક ડિગ્રી દ્વારા વધુ વિશેષતા સાથે, BBA સારું સેલેરી પેકેજ અપાવી શકે છે.

હોટેલ મેનેજમેન્ટ

આતિથ્ય અને પર્યટન ઉદ્યોગ નોંધપાત્ર રતે વધી રહ્યોછે, જે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે અસંખ્ય તકોનું સર્જન કરી રહ્યો છે. હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી વ્યક્તિઓને હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સંસ્થાઓનું સંચાલન કરવાની સ્કિલ્સ પૂરી પાડે છે. ભારતના વિકસતા પ્રવાસન ક્ષેત્ર સાથે, મજબૂત સંચાલન અને ઈન્ટરપર્સનલ સ્કિલ્ડ ધરાવતા સ્નાતકો આ ગતિશીલ ઉદ્યોગમાં લાભદાયી અને સારા પગારવાળી નોકરીઓ શોધી શકે છે.

ડિજિટલ માર્કેટિંગ

આજના ડિજિટલ યુગમાં, તમામ ક્ષેત્રોના વ્યવસાયો તેમની ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવા માટે ડિજિટલ માર્કેટિંગ પર ખૂબ આધાર રાખે છે. ડિજિટલ માર્કેટિંગમાં ડિગ્રી અથવા સર્ટીફીકેટ કોર્સ વ્યક્તિઓને ઓનલાઈન જાહેરાત ઝુંબેશ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO), કન્ટેન્ટ ક્રિએશન અને ડેટા એનાલિસિસ કરવાની સ્કિલ્સ આપે છે. જેમ જેમ ડિજિટલ લેન્ડસ્કેપ વિસ્તરી રહ્યું છે, તેમ તેમ સ્કિલ્ડ ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલ્સની માંગ ખૂબ વધી રહી છે.

Related News

Icon