રાજકોટ: સરધાર ભુપગઢ રોડ પાસે 2 કાર વચ્ચે અકસ્માતની દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માતમાં અલ્ટો કાર અને હોન્ડા સિટી 2 કાર સામે સામે અથડાવાને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો. સરધાર ભુપગઢ રોડ પાસે 2 કાર વચ્ચે અકસ્માત બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી જેને કાબુમાં લેવા માટે ફાયરવિભાગ કામે લાગ્યો હતો.

