- 'કેસરી-ટુ'એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મ ચાલવાથી સૌથી વઘારે લાભ કદાચ અનન્યા પાંડેને થયો છે. પહેલાં 'ગહેરાઇયાં' પછી 'સીટીઆરએલ' અને હવે 'કેસરી-ટુ'- આ ત્રણેયમાં અનન્યાનાં પર્ફોર્મન્સીસ વખણાયાં છે. કમસેકમ હવે તો સોશિયલ મીડિયા પર પોતાને થતું ટ્રોલિંગ અટકશે એવી અનન્યાને આશા છે...

