ગુજરાતના વડોદરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી.
રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી
બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ દરમિયાન બે યુવકો ફસાઇ ગયા હતા. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતાં તેમનો પણ બચાવ થયો હતો.