
Cricketer Shahrukh Khan Inteview: IPL 2025ની ટીમ ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં સારૂ પ્રદર્શન કરી રહી છે. ગુજરાત ટાઇટન્સ 5 મેચમાંથી 4 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. ગુજરાત ટાઇટન્સના ઓલ રાઉન્ડર ખેલાડી શાહરૂખ ખાને ટીમના પ્રદર્શન અને કોચ-કેપ્ટનના કોમ્બિનેશનને લઇને વાતચીત કરી હતી તેના કેટલાક અંશ...
છેલ્લા એક મહિનાની તૈયારી કામ આવી- શાહરૂખ ખાન
શાહરૂખ ખાને કહ્યું કે, અમારી ટીમમાંથી ટોચના ત્રણ ખેલાડીઓ મોટાભાગના રન બનાવી રહ્યાં છે. ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવે છે જ્યારે જલદી વિકેટો પડી જાય છે. અમે કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. કેમ્પ શરૂ થયા પછી છેલ્લા એક મહિનાથી અમે તેની તૈયારી કરી રહ્યાં છે. મિડલ ઓર્ડરમાં કોઇ પણ પરિસ્થિતિમાં બેટિંગ માટે તૈયાર છું. ગત મેચમાં અમારામાંથી ઘણાને બેટિંગ પણ મળી હતી.
ટીમની જરૂરીયાત મુજબ કોઇ પણ જગ્યાએ બેટિંગ કરવા માટે તૈયાર
શાહરૂખ ખાનને રાજસ્થાન રોયલ્સ સામે મુશ્કેલ પરિસ્થિતિમાં આશીષ નહેરાએ નંબર-4 પર બેટિંગ કરવા માટે મોકલ્યો હતો. શાહરૂખ ખાને 20 બોલમાં 36 રન બનાવી આક્રમક રમત રમી હતી. નંબર-4 પર પ્રમોટ કરવાને લઇને શાહરૂખ ખાને કહ્યું કે, 'નંબર-4 અને 5માં લેફ્ટ અને રાઇટ કોમ્બિનેશન ચાલે છે. પહેલા પણ જ્યારે સાઇ સુદર્શન અને રધરફોર્ડ જલદી આઉટ થઇ ગયા હતા. નંબર-4 પર બેટિંગ કરવાની મજા આવી અને દરેક રમત અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ટીમ માટે પરિસ્થિતિ અનુસાર મિડલ ઓર્ડર અથવા કોઇ પણ સિચ્યુએશનમાં બેટિંગ કરવા માટે તૈયાર છું.'
મને લાગે છે કે આપણે દરેક મેચને સામાન્ય રીતે જોઇએ છીએ, આપણે એ વિશે વિચારતા નથી કે શું અલગ રીતે કરવું જોઇએ.જ્યાં સુધી ટુર્નામેન્ટની વાત છે ત્યાં સુધી દરેક ટીમ મજબૂત છે. આપણે બીજા કરતા અલગ કેવી રીતે કરી શકીએ તે મહત્ત્વનું છે. અમારી ટીમમાં દરેક ખેલાડી મેચ વિનર છે.
આશિષ નેહરા બુદ્ધિમાન કોચ- શાહરૂખ ખાન
ઇમાનદારીથી કહું તો તે ઘણા બુદ્ધિમાન કોચ છે, મને લાગે છે કે દરેક વ્યક્તિ જાણે છે કે આશિષ નેહરા ખેલાડીઓ પ્રત્યે ખૂબ જ દયાળુ છે અને આસપાસના લોકોનું ખૂબ ધ્યાન રાખે છે. કેપ્ટન શુભમન ગિલની વાત કરીએ તો તે છેલ્લા બે વર્ષથી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેની કેપ્ટનશીપ કુશળતામાં ઘણી બધી વસ્તુઓ ઉમેરી રહ્યો છે. આશિષ નેહરા અને શુભમન ગિલ બન્નેનું સંયોજન સારૂં છે.