Home / Sports / Hindi : GT won the match DC could not defend 200 plus runs for the first time

GT vs DC / ગુજરાતની શાનદાર જીત, પહેલી વખત 200 પ્લસ રન ડિફેન્ડ ન કરી શકી દિલ્હી

GT vs DC / ગુજરાતની શાનદાર જીત, પહેલી વખત 200 પ્લસ રન ડિફેન્ડ ન કરી શકી દિલ્હી

ગઈકાલે ડબલ હેડરની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) એ દિલ્હી કેપિટલ્સ (DC) સામે 7 વિકેટે જીત મેળવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં DC એ પ્રથમ બેટિંગ કરતા 203 રન બનાવ્યા હતા. જવાબમાં, GT એ 20મી ઓવરમાં 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આ પહેલીવાર છે જ્યારે DCની ટીમ IPL મેચમાં 200થી વધુ રન બનાવ્યા પછી તેને ડિફેન્ડ ન કરી શકી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

GTને તેના હોમ ગ્રાઉન્ડ પર 204 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો. જોકે તેની શરૂઆત સારી નહતી રહી કારણ કે કેપ્ટન શુભમન ગિલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં સાઈ સુદર્શને 36 રનની ઈનિંગ રમી હતી. સુદર્શનના આઉટ થતાં જ GT એ74 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. GTને જીત માટે હજુ 130 રનની જરૂર હતી.

ગુજરાતે ઈતિહાસ રચ્યો

IPLના ઈતિહાસમાં, જ્યારે પણ DC એ પ્રથમ બેટિંગ કરીને 200 કે તેથી વધુ રન બનાવ્યા છે, ત્યારે તેણે દરેક તે ડિફેન્ડ પણ કર્યા છે. GT સામેની આજની મેચ પહેલા DC એ 13 વખત આવું કર્યું હતું. પરંતુ GT IPLની પહેલી ટીમ બની ગઈ છે, જેણે IPLમાં DC સામે 200થી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે.

જોસ બટલર ચમક્યો

ગુજરાત ટાઈટન્સે 74 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ, જોસ બટલર અને શેરફાન રધરફોર્ડે રન ચેઝની જવાબદારી સાંભળી. ટાર્ગેટ ચેઝ થાય તે પહેલાં રધરફોર્ડ 43 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ રાહુલ તેવતિયાના છગ્ગાએ ગુજરાતને જીત અપાવી.

ગુજરાતને છેલ્લી ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી અને મિચેલ સ્ટાર્ક બોલિંગ કરી રહ્યો હતો. સ્ટાર્ક, જેણે છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે સુપર ઓવરમાં દિલ્હીને જીત અપાવી હતી. રાહુલ તેવતિયાએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો અને બીજા બોલ પર ચોગ્ગો મારીને ગુજરાતને જીત અપાવી. જોસ બટલર 97 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો.

આ IPLના ઈતિહાસમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેળવેલ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ મેદાન પર સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ KKRના નામે છે, તેણે 2023માં ગુજરાત સામે 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. હવે ગુજરાત આ યાદીમાં બીજા સ્થાને આવી ગયું છે. તે જ સમયે, RCB એ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 200થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

Related News

Icon