નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે, અને આ મામલે ફરિયાદ નોંધાતા ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

