ગુજરાતના સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના જીવા ગામે અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણેૉ માલઢોર ચરાવવા જેવી નજીવી બાબતે 09થી વધુ લોકોએ ફાયરિંગ કર્યું હોવાનું મનાય છે.

