Home / India : Delhi Weather Today: Meteorological Department warns of rain with strong winds in Delhi

Delhi Weather Today: દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

Delhi Weather Today: દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

Delhi Weather Today:  દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે, ત્યારે દિલ્હીની જનતાને ગરમીથી રાહત મળી શકે છે. શનિવારે રાત્રે ભારે પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આઈએમડી અનુસાર 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના મહરૌલી, તુગલકાબાદ અને એરપોર્ટ સહિત એનસીઆરના ઘણા વિસ્તારો આ વરસાદથી પ્રભાવિત થવાની શક્યતા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store


દેશની રાજધાની દિલ્હીમાં ભારે પવનની સાથે તોફાન આવ્યું
આજે ત્રીજી મે પહેલા ગત રોજ શુક્રવારે સવારે દિલ્હીમાં ધોધમાર વરસાદની સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં ચાર લોકોનાં મોત થયા હતા. ત્રણ કલાકમાં આશરે 80 મિલિમીટર વરસાદ ખાબક્યો હતો. જો કે, આઈએમડી તરફથી દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાને લઈ ચોક્કસ જાણકારી નહોતી આપવામાં આવી.

દિલ્હીના કયા વિસ્તારોને થશે અસર?
દિલ્હીના મહરૌલી, ઈગ્નૂ, વસંત વિહાર, વસંત કુંજ, એરપોર્ટ, જાફરપુર, તુગલકાબાદ ડેરામંડીના વિસ્તારમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. એનસીઆરની વાત કરીએ તો ફરિદાબાદ, વલ્લભગઢ, ગુડગાંવ અને મનસેરને અસર થશે.

આ રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આઈએમડીએ પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં તોફાની પવન, વીજળી પડવાની અને ભારે પવન ફુંકાવાની ઓરેન્જ અને રેડ એલર્ટ આપ્યું છે. 
 

Related News

Icon